RSS

પ્રિય મિત્રો, નમસ્તે!

ગુજરાતી બ્લોગજગતમાં મારા બ્લોગ પર આપનું હાર્દિક સ્વાગત છે.

પશ્ચિમી સંસ્કૃતિની ચાહમાં ભુંલાતી જતી ગુજરાતીસંગીત ને લોકસંગીતને જીવંત રાખવા અને ગુજરાતી સંગીત ને નેટ દ્વારા જગતમાં ફરતી કરવા ગુજરાતી લોકસંગીતનો બ્લોગ શરુવાત કરી ,અને કોણ જાણે કેમ…..એવામાં પ્રફુલ દવેનો  પરિચય થયો…મે કહયું…..વતનથી જેટલા દુર તેમ વતનનું, ભાષાનું ને તેના સાહિત્યનું  ખેચાણ વધુ અનુભવાય……..મને કહે.- .ગુજરાતી સંગીતની તાકાત જે અનુભવે તે જ જાણે.એમની સાથે ધણી  વાતો કરી,ગુજરાતી લોક સંગીત વીશે જાણયુ  અને માણીયુ….

સૌરાષ્ટની લોકકલાની વાત આવે ત્યારે ત્યારે આપણા લોકગાયકો યાદ આવ્યા વિના ન રહે અને આવા લોકગાયકો માં કસુંબલ કંઠના માલિક પ્રફુલ દવે જેમણે ગુજરાતનું નામ વિશ્વભરમાં રોશન કર્યું છે,તેમના વ્યક્તિત્વની એક ઝલક ગુજરાતના લોકોને આપવાના શુભ  ઉદ્દેશથી આ બ્લોગ શરુ કર્યો છે……આમ જોવા જઈતો મારા  બંન્ને બ્લોગના સૅજન માટે ઇશ્વરે પ્રફુલ દવેને નિમિત્ત બનાવ્યા  છે. એમ કહું તો અતિસૈયોક્તિ ન માનતા એ માટે એમની ઋણી છું.,

બ્લોગ હજુ સંપુર્ણ નથી અને એને અપડેટ કરવાની કોશિશ કરી રહી છું.કોઈ જગ્યાએ, કોઈ કારણથી, જાણ્યે-અજાણ્યે કોઈના કોપીરાઈટનો ભંગ થયેલો જણાય, તો મને તુરત જાણ કરશો [ E-mail : pragnad@gmail.com] તો એને બનતી ત્વરાએ સુધારવાનો કે દૂર કરવાનો પ્રયાસ કરીશ

 
2 ટિપ્પણીઓ

Posted by on ફેબ્રુવારી 10, 2010 માં Uncategorized