RSS

રસપ્રદ ઘટના

ગુજરાતી ફિલ્મોના રેકોર્ડિંગની સિઝન જ્યારે પૂરબહારમાં ચાલતી હતી એ સમયની આ વાત છે. તાડદેવ વિસ્તારમા `ફ્લ્મિ સેન્ટર’ નામનો વિશાળકાય સ્ટુડિયો છે. એના અત્યંત જ્ઞાની રેકોર્ડિસ્ટ શ્રી કૌશિક બાવા કે જે સાઉન્ડ રેકોર્ડિસ્ટ મીનુ કાતરકના એક સમયના આસિસ્ન્ટ હતા તેઓ ફિલ્મ `જંતરવાળો જુવાન’નું ગીત રેકોર્ડ કરવાની પૂર્વતૈયારી કરતા હતા. ગીત હતું `કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે’, ગાયિકા હતા બોલિવૂડના મશહૂર સીંગર આશા ભોંસલે અને ઊભરતો સહગાયક એક ગુજરાતી યુવાન.
રેકોર્ડિંગ શરુ થયું, આશાજીએ ગીતનું મુખડું ગાયું ત્યાર પછી એક અંતરો ગાયો અને અંતરા પછી બાજુમાં ઊભેલ ગુજરાતી ગાયકે `દુમેલિયા’ નામનો છંદ લલકાર્યો. અને રામજાણે શું થયું, કે આશાજીએ ચાલુ રેકોર્ડિંગે પોતાના સહગાયકને દાદ આપી `ક્યા બાત હૈ?’ સ્વાભાવિક છે કે રેકોર્ડિંગ અટકાવવું પડ્યું. પોતાની ચેમ્બરમાંથી શ્રી કૌશિક બાવાએ આશા ભોંસલેને પૂછ્યું, `અરે આશા ! ક્યા હુઆ ? ઈતના અચ્છા ટેક ચલ રહા થા ઓર બીચ મેં બોલને કી ક્યા જરુરત થી ?’ આશાજીને જવાબ શું હતો ખબર છે ? `દાદા , વેરી વેરી સોરી ! મગર મેં ક્યા કરું ? ઈન્હોને ઈતના અચ્છા ગાયા કી મેં ભૂલ હી ગઈ કી યહ રેકોર્ડ હો રહા હૈ.’ એ ગુજરાતી યુવાન એટલે બીજું કોઈ નહીં પણ આપણા આજના વિશ્ર્વપ્રસિદ્ધ લોકગાયક-સંગીતકાર પ્રફુલ દવે.
જી હા, આ એ જ પ્રફુલ દવે કે જેણે `મણિયારો’થી લઈને જાગ રે માલણ, અદલ સોનારણ, પાતળી પરમાર, ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય, સોનલા વાટકડી, અમે છૈયે વાયા વિરમગામના અને હરિ તુ ગાડું મારું જેવા અસંખ્ય ગીતો ગાઈને ગુજરાતને ગાતું કર્યું. પાર્શ્ર્વગાયક તરીકે પ્રફુલ દવેના શ્રી ગણેશ જ એવા શુકનમાં મંડાયા છે કે ગુજરાતી ફિલ્મ સંગીત અને લોકસંગીતના ઈતિહાસમાં એમણે સ્થાપેલ કીર્તિમાનો અને વિક્રમો સુધી પહોંચતા અન્ય ગાયકોને વર્ષો લાગશે. સૌ પ્રથમવાર ફિલ્મમાં ગાવા માટે પ્રફુલ દવેને આમંત્રણ મળ્યું ગૌરાંગ વ્યાસ દ્વારા. ફિલ્મ હતી `લાખો ફૂલાણી’ અને ગીત હતું `મણિયારો’ કે જેણે પ્રફુલ દવેનું ભાગ્ય બદલી નાંખ્યું.
મણિયારો ગીતના રેકોર્ડિંગ વખતે પણ આવી જ રસપ્રદ ઘટના બની હતી. ઉપર જણાવ્યું એ જ `ફિલ્મ સેન્ટર સ્ટુડિયો’માં જ્યારે પ્રફુલ દવેએ પહેલીવાર પગ મૂક્યો, ગીતના રિહર્સલની જરુર તો હતી જ નહીં પણ રેકોર્ડિંગ કરતાં પહેલાં તમામ વાજિંત્રો અને ગાયકના અવાજનું બેલેન્સિંગ કરવામાં આવતું હોય છે. શ્રી કૌશિક બાવાએ સ્ટુડિયોના માઈક્રોફોન પરથી જ્યારે પ્રફુલ દવેનો અવાજ સાંભળ્યો ત્યારે ઉત્તેજિત થઈને ઊભા થઈ ગયા અને બાજુમાં બેઠેલા સંગીતકાર અવિનાશ વ્યાસને કહ્યું ,`દેખિયે અવિનાશજી! ઈસે કેહતે હૈ નેચરલ બેલેન્સ વોઈસ, જો બહુત સાધના કરને સે મિલતી હૈ, મગર યે લડકા કુદરત કી ભેટ લેકર આયા હૈ. યે આવાઝ ફિલ્મોમે બહુત ચલેગી.’ એ વખતે ગુજરાતના અનુભવી સંગીતકાર અવિનાશ વ્યાસનો જવાબ હતો, `કૌશિક બાવા! આ ગુજરાતનો મધપૂડો છે મધપૂડો’ ગુજરાતી ફિલ્મોને આવો અવાજ મળવાની શુભઘડી જે વિધાતાએ નક્કી કરી હતી તેના સાક્ષી થવા માટે ફિલ્મઉદ્યોગની તમામ હસ્તીઓ ત્યાં હાજર હતી. પ્રકૃતિ સાથે અનન્ય લગાવ ધરાવતા પ્રફુલ દવે સાથે એમના જ નિવાસસ્થાને કે જેનું નામ એમણે પોતાના માતા-પિતાના નામ પરથી `દેવમણિ’ રાખ્યું છે ત્યાં વાર્તાલાપ શરુ થાય છે. લોકસંગીત અને સાહિત્યનું અખૂટ જ્ઞાન ધરાવતા હોવા છતાં અતિસરળ અને નિરાભિમાની આ ગાયક (જે લાયક પણ છે) પોતાના પ્રિય મેગેઝિન ફીલિંગ્સના વાચકો માટે દિલ ખોલીને વાત કરે છે

આભાર—-વિજય રોહિત

 

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: