RSS

‘દિવ્યભાસ્કર’ સાથેની ખાસ વાતચીત

વર્ષની વયે પણ કંઠનો જાદુ પાથરતા લોકગાયક ડો. પ્રફુલ્લ દવે સાથે ખાસ મુલાકાત

ઉત્તર ગુજરાતની ગરવી ધરામાં લોકસંગીતનો સમૃદ્ધ ખજાનો પડેલો છે, ગીત-સંગીત અને ભજનોની ખાણ છે. જેને ઉલેચીએ તેમ વધારે પ્રગટ થાય તેમ છે, કયારેક ખૂટે તેવો નથી. સાથે કલાનો ચાહકવર્ગ પણ વ્યાપક છે, એમ જગપ્રસિદ્ધ શકિતપીઠ બહુચરાજીના મહેમાન બનેલા કામણગારા કંઠના માલિક, ગુજરાતના પ્રથમ પંકિતના લોક ગાયક ડો. પ્રફુલ્લભાઈ દવેએ ‘દિવ્યભાસ્કર’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું.

દવાખાનાની ધિકતી કમાણી મૂકી કલાના સાધક બનેલા ડો. પ્રફુલ્લભાઈ દવે પોતે લોકસંગીતની દુનિયામાં પ્રવેશ્યાની બાબતને એક ઘટના તરીકે ઉલ્લેખતાં કહે છે કે, ‘કોઈ કાંઈ કરતું નથી, આ બધુ તો થાય છે.’ ઘાયલનો આ શેર મારી સાથે લાગુ પડતો હોય તેવુ મને સમજાય છે. પોતાના અંત:કરણના સુખ માટે ગાતા પિતાશ્રીના કલાવારસાને જીવનમાં ઉતારી ચૂકેલા તેમણે અત્યાર સુધીમાં પાંચ હજારથી પણ વધુ ગીતો ફિલ્મો માટે ગાયાં છે. ૧૯૭૭માં ‘લાખો ફુલાણી’ ફિલ્મમાં પ્રથમવાર કંઠ આપ્યો, તે દી’થી આજે ૫૯વર્ષની વયે પણ ડાયરાને જકડી રાખવાનો જાદુ તેમના કંઠમાં સાબૂત છે. તેઓ ઉ.ગુ.માં આવતા પ્રેમલા-પ્રેમલી, બેવફા જેવા વલ્ગર આલબમો ગીતો સામે નારાજગી પ્રગટ કરતાં કહે છે. જે સંગીત બાપ-દીકરી સાથે બેસી સાંભળી ન શકે તે લોકસંગીત જ કઈ રીતે કહેવાય.

ઉ.ગુ.માં લોકસંગીતની કયાં ખોટ છે. જે આજે પણ એટલું જ લોકપ્રિય છે. નવોદિત કલાકારોને ‘મહેનત કરો’ નો ગુરુમંત્રી આપતાં ડો. પ્રફુલ્લ દવે કહે છે, વંટોળિયામાં ઉડેલુ ચિંથરું મંદિરના ઘુમ્મટ પર પડે તોય ધજાનું સ્થાન લઈ શકતું નથી. તેમ ઊભી કરેલી લોકપ્રિયતામાં કલાકાર થવાની કોશિશ ન કરે. આમાં લોકપ્રિયતાની ઊચાઈ પર જઈ શકાય, પણ રહી શકાતું નથી.

<!– 395 views –>
 

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: